મિત્રો,ન્યુ એરા એજ્યુકેશન હબ એ શિક્ષણની એક એવી પગદંડી છે જ્યાંથી તમે સરકારી કર્મચારી બનવા માટેની વૈશ્વિક ઉડાન ભરી શકશો. ન્યુ એરા એજ્યુકેશન હબ નું શોર્ટ ફોર્મ NEEHU છે. આ સંસ્થા અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને રોજે રોજનું કરંટ અફેર્સ આપશે ઉપરાંત આપની વર્ગ-૩ની તેમજ વર્ગ-૧ ની પરીક્ષા ની તૈયારી કેવી ચાલી રહી છે ? તે તપાસવા અને સ્વમૂલ્યાંકન કરવા માટે NEEHU પ્રશ્નપત્રોની સિરીઝ લઈને આવ્યું છે. જેમાં આપ આપની યોગ્યતાને તપાસી શકશો.
દરેક વિષયના પ્રશ્નના જવાબ ચોક્કસ સમયમાં આપી શકો છો કે નહીં તેની ચકાસણી થશે. રિઝલ્ટ પણ તાત્કાલિક આપને મળશે. સરકાર ના નિયમો ને આધારે આપણા પ્રશ્નપત્ર તૈયાર થયા છે. જે આપને સમયાંતરે NEEHU એપ માંથી મળી રહેશે. મિત્રો આપણી આ એપ આપને કેવી લાગે છે ? તે જરૂર જણાવશો. વિદ્યાર્થીની સફળતા એ જ અમારું નૈતિક લક્ષ છે.આપણૅ સાથે મળીને દરેક અઘરા વિષયને સરળ બનાવવા કઠિન પરિશ્રમ કરીશું જેથી કોઈપણ અઘરામાં અઘરી પરીક્ષા આપના માટે સહેલી બને. આપની સફળતા એ જ અમારું ધ્યેય છે.