બિસ્મીલાહીર રહમાનીર રહીમ
અલ્લાહ સુ.વ.ત. ના ફઝલો કરમ અને 14 માસુમિન અ. ના વસીલાથી "FOUNTAIN OF AHLULBAIT a." સંસ્થા હેઠળ ચાલતી કામગીરીમાં "જન્નતની ચાવીઓ" એપ્લિકેશન જેમાં ગુજરાતી તરજુમાં સાથે સાથે રોમન ગુજરાતી પણ શામેલ કરવામાં આવેલ છે,
આ દુઆઓ માં જે તરજુમો કરવામાં આવ્યો છે તે શબ્દે શબ્દના રીતે નહીં બલ્કે સમજી શકાય તે માટે સરળ અને આસાન ભાષાનો ખયાલ રાખીને કરવામાં આવ્યો છે, જેથી જેને થોડુંક પણ ગુજરાતી આવડતું હોય તે પણ સમજી શકે,
આ એપ્લિકેશન નો ખાસ મકસદ લોકો દુઆ ને સમજીને પઢે જેથી મારેફતે ખુદા હાસિલ કરવામાં મદદ મળે.
બસ અલ્લાહ સુ.વ. ત.ની બારગાહ માં ઇલતેજા છે કે અમારી મેહનતો કબૂલ ફરમાવ,
14 માસુમિન અ. અને ખાસ પ્યારા નબી સ. ની મઝલુમાં દીકરી ખાતુને જન્નત બીબી ફાતેમા ઝહરા સ. ને આ નાનો એવો તોહફો પેશ કરવાનો શરફ હાસિલ કરૂં છું, અને એમના પાસે શફાઅત નો તલબગાર છું.
અય મારા અલ્લાહ ! ઇમામે ઝમાના અ. ના ઝહુર માં જલ્દી ફરમાવ.
દુઆનો મોહતાજ
મૌલાના રિઝવાનઅલી પલસાણિયા