પ્રજાપતિ એ દક્ષ પ્રજાપતિના વંશજો છે એ પૌરાણિક કથા છે. દક્ષપ્રજાપતિ બ્રહ્માના પુત્ર હતા. દક્ષપ્રજાપતિ એ યજુર્વેદના મહાન જ્ઞાની અને વિદ્વાન હતા. તેની મહાન વિદ્વતાથી બ્રહ્મા એક દિવસ તેના ઉપર ખુબજ પ્રસન્ન થયા અને તેને મોટી ઉપમા આપી.આ ઉપમાંથી તેમને ખુબજ ગર્વ ઉત્પન્ન થયો અને ખુબ અભિમાન આવ્યું. દક્ષપ્રજાપતિએ પોતાના ત્યાં મહાયજ્ઞ કરવા વિચાર્યું. અને દેવો ઋષિમુનિઓ,બ્રાહ્મણો વગેરેને આમંત્રણ આપ્યું. બધા આવીને યજ્ઞમંડપ માં બેઠા.યજ્ઞમંડપ માં જયારે દક્ષપ્રજાપતિ આવ્યા ત્યારે તેમને જોઈને ઋષિમુનિઓ, દેવો વગેરે તેમને માંન આપવા ઉભા થયા પરંતુ બ્રહ્મા અને શંકર ઉભા ના થયા અને કહ્યું કે આ શંકર મારો જમાઈ થાય છે પણ તે વિવેક જાણતો નથી. તેને હું આ મહાયજ્ઞમાં ભાગ લેવા દઈશ નહિ. આ સંભાળી શંકર તો શાંત રહ્યા પરંતુ નંદીથી રહેવાયું નહિ તેને દક્ષપ્રજાપતિને કહ્યું કે તું ગર્વમાં લીન થયો છે અને શંકરની નિંદા કરી અમોને તુચ્છકાર આપ્યો છે તેના બદલામાં હું તને શ્રાપ આપું છુ કે તારા વંશજો ઉચ્ચ અને પવિત્ર બ્રાહ્મણ કુળનો હોવા છતાં કળયુગમાં અબ્રાહ્મણ કહેવાશે.
આમ આપણે બ્રહ્મા પુત્ર મહર્ષિ દક્ષપ્રજાપતિના સંતાનો હોવા છતાં નંદીના શ્રાપથી કળયુગમાં પ્રજાપતિઓનો દરજ્જો ઉતર્યો છે. આમ મૂળ પ્રજાપતિ બ્રાહ્મણ કુળની ઉચ્ચ અને ઉત્તમજાતિ છે. પ્રાચીન કાળમાં પ્રજાપતિનો દરજ્જો ઘણો ઊંચો હતો. તેથી જ એ સમયે ઉચ્ચ ગણાતી કોમોનો ઉતારો પ્રજાપતિને ઘરે જ રહેતો. દ્રાપર યુગમાં પાંડવો પ્રજાપતિને ત્યાં જ ઉતાર્યા હતા. પ્રજાપતિ જ્ઞાતિ એ પ્રાચીન કાળમાં અતિ સંસ્કારી જ્ઞાતિ હતી. સંતોની પરમ્પરા પણ આ જ્ઞાતિમાં છે. સત્યુગમાં ભક્ત પ્રહલાદના ગુરુ શ્રીબાઈ પ્રજાપતિ હતા. મહારાષ્ટ્રના સંતોમાં સુપ્રસિદ્ધ ગોરા કુંભાર પણ પ્રજાપતિ હતા. પંદરમાં સૌકામાં પાટણમા થઇ ગયેલ પદ્મનાથ પ્રભુ પણ પ્રજાપતિ હતા. ખેડા જિલ્લાના બોરસદ ગમે થઇ ગયેલ સંત શ્રી ગોપાલદાસ પણ પ્રજાપતિ હતા. રાજપૂત માં થયેલ ભક્ત કુબાજી, કંકાવટી નગરીમાં થયેલ ભક્ત દંપતી રંક-વંકા. સૌરાષ્ટ્ર માં મેપ ભગત, હળવદ પાસે ટીકર ગમે કળા ભગત, ગોધરામાં થઇ ગયેલ સંતશ્રી પુરષોત્તમદાસજી પ્રજાપતિ જ હતા. સૌરાષ્ટ્ર માં વંથલી ગમે હીરા ભગત, રાણા બોરડી ગમે બોધા ભગત (મહંતશ્રી બાળકદાસજી) બગવદર ગમે જીવ ભગત (સંત હંસદાસજી) વગેરે પ્રજાપતિ જ હતા.આ ઉપરાંત સતાધારની શ્રી આપ ગીગાની જગ્યામાં ગાદી ઉપર બિરાજમાન બ્રહ્મલીન શ્રી શામજીબાપુ પ્રજાપતિ હતા અને વર્તમાન સમયે ગાદીપતિ શ્રી જીવરાજબાપુ પણ પ્રજાપતિ સંત છે. અને લઘુમહંત તરીકે શ્રી જગદીશબાપુ પણ આજ જ્ઞાતિના છે.