આરતી એ હિંદુ ધર્મની એક પૂજાવિધિ છે. જેમાં થાળી કે આરતિયામાં ઘી કે તેલ અથવા કપૂરની વાટ કે વાટો સળગાવી દેવમૂર્તિ સમક્ષ વર્તુલાકારે ફેરવવામાં આવે છે. શીખ ધર્મની પૂજાવિધીમાં પણ આરતીનું સ્થાન છે. કહેવાય છે કે આરતી વેદિક કાળના હોમની પરંપરાથી આવેલી વિધિ છે. આરતીની પરંપરામાં કેટલાંક સાંકેતિક અર્થ જોઈએ તો, પુષ્પ પૃથ્વીતત્વનું, પાણી કે પાણીવાળું ભીનું કપડું જળતત્વનું, દીપ અગ્નિતત્વનું, આરતિયામાં બનેલી મયુરપંખાકૃતિ વાયુતત્વનું અને ગાયના પૂંછડા જેવી આકૃતિયુક્ત પંખાકૃતિ આકાશતત્વનુ એમ પંચમહાભુતનું પ્રતિનિધિત્વ કરે છે.
આપ્લિકેશન માં રજુ કરવામાં આવેલ પ્રાર્થના - આરતી
૧ જય ગણેશ દેવા (શ્રી ગણેશ આરતી)
૨ સુખકર્તા દુઃખહર્તા (મરાઠી ગણેશ આરતી)
૩ સત્યનારાયણની આરતી
૪ વિષ્ણુ આરતી
૫ લક્ષ્મીજીની આરતી વગેરે