નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો. તેમના લગ્ન ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.
અહીં રજુ કરવામાં આવેલ નરસિંહ મહેતા ના પદો….
૧ ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ
૨ જે ગમે જગત ગુરુ
૩ અખિલ બ્રહ્માંડમાં એક તું
૪ અમે મહિયારા રે
૫ આ શેરી વળાવી
૬ આજ મારાં નયણાં સફળ થયાં
૭ આજ વૃંદાવન આનંદસાગર વગેરે…