Shree Zalawad Jain Samaj Surat
Install Now
Shree Zalawad Jain Samaj Surat
Shree Zalawad Jain Samaj Surat

Shree Zalawad Jain Samaj Surat

ઝાલાવાડ એટલે અત્યાર નો સુરેન્દ્રનગર જિલ્લો અને તેના તાલુકાને સમાવતો વિસ્તાર.

Developer: ARHAM COMPUTERS
App Size: Varies With Device
Release Date: Aug 22, 2023
Price: Free
Price
Free
Size
Varies With Device

Screenshots for App

Mobile
ઝાલાવાડમાંથી સુરત આવીને સ્થાઈ થયેલા ઘણા કુટુંબો છે. એકબીજાને મદદરૂપ થવાની તથા પરસ્પર ઉપયોગી થઈ સહયોગ આપવાની ભાવનાએ તા. ૨૪/૭/૧૯૮૨ શનિવારે શ્રી વાડીભાઈ શાહ, શ્રી કાંતિલાલ અજમેરા, વકીલશ્રી ઉજમશીભાઈ શાહ, શ્રી નટુભાઈ ધ્રુવ, શ્રી વિનયભાઈ વોરા, ડૉ. મુગટલાલ બાવીસી, શ્રી લક્ષ્મીકાંત શાહ, શ્રી રસિકભાઈ શાહ, શ્રી શરદભાઈ શાહ, શ્રી મનહરભાઈ શાહ, શ્રી ધરમચંદભાઈ ખાટડીયા, શ્રી પંકજભાઈ શાહ, શ્રી નવિનભાઈ પારેખ વગેરે એ સુરત માં વસતા ઝાલાવાડી જૈનો ના ત્રણેય ફિરકાઓનો સમાવેશ કરતા શ્રી ઝાલાવાડ જૈન મિત્ર મંડળ, સુરત ની સ્થાપના કરી. શ્રી વાડીભાઈ શાહને પ્રથમ પ્રમુખ બનવાનું સદભાગ્ય સાંપડ્યું.

શ્રી ઝાલાવાડ જૈન મિત્ર મંડળ, સુરત માં તપસ્વી બહુમાન, વિદ્યાર્થી સન્માન, વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નું સન્માન, યાત્રા પ્રવાસ, જુદી જુદી હરીફાઈઓ કરવામાં આવતી હતી. ઘણા નામી અનામી સભ્યો એ મંડળ ની પ્રવૃત્તિ અને પ્રગતિ માં મોટો ફાળો આપેલો છે.

ફક્ત રૂ. ૧૧૬૧/- જેવી નજીવી આજીવન ફી માં શરૂ કરેલું મંડળ ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યું હતું. તે સમય દરમિયાન સમાજની ઓફીસ લેવાનું આયોજન કરવામાં આવ્યું. આપણા મિત્ર મંડળ પાસે પાન નંબર કે રજીસ્ટર્ડ બંધારણ ન હોવાથી શ્રી ઝાલાવાડ જૈન સમાજ, સુરત ના નામે નવું બંધારણ બનાવીને ચેરિટી કમિશનર ની ઓફીસ માં પાસ કરાવ્યું. અને 80 G નું સર્ટિફિકેટ પણ મેળવવા માં આવ્યું. 51 ટ્રસ્ટી ઓ બનાવી, દરેક પાસેથી રૂ. 51000/- ટ્રસ્ટ ફંડ માં લેવામાં આવ્યા. હાલમાં 46 ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવી. આ ઉપરાંત ઘણા સભ્યો પાસેથી મોટું દાન મેળવવા માં આવ્યું. આમ આપણા ફંડમાંથી અને મોટા દાતાઓના સહકારથી નરીમાન પોઇન્ટ, ચોથે માળે, સિટીલાઈટ માં સમાજની ઓફિસ લેવામાં આવી. અને સમાજની ઑફિસ નું સપનું સાકાર કરવામાં આવ્યું.

શરૂઆત માં શ્રી મનીષભાઈ ગાંધી તરફથી મળેલ દાન માંથી સતત ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીઓ ને નોટબુક વિતરણ કરી શક્યા છીએ.

શ્રી હેમેન્દ્રભાઈ શાહે સતત પાંચ વર્ષ સુધી સ્વામી વાતસલ્ય નો લાભ લીધો છે.

કોરોનાકાળ દરમિયાન આપણા સમાજના જરૂરિયાતમંદ સભ્યો ને રૂ. ૩૫૦૦/- ની સહાય આપી શક્યા છીએ.

સમસ્ત જૈન સંઘ ની યોજના માં આપણા સમાજના જરૂરિયાતમંદ સભ્યો ને ત્રણ હપ્તા માં રૂ. ૧૫૦૦૦/- જેવી માતબર રકમ આપવામાં આવી હતી તે યોજનામાં પણ આપણા સમાજ તરફથી રૂ. ૧૫૧૦૦૦/- આપવામાં આવ્યા હતા.

બોટાદ પાંજરાપોળ માં આગને કારણે મોટું નુકશાન થયું હતું. આપણા સભ્યોને WhatsApp દ્વારા દાન માટે અપીલ કરવામાં આવી હતી. આપણા સભ્યો એ આ અપીલ ને ખૂબજ સરસ પ્રતિસાદ આપતા આપણે રૂ. ૯૫૦૦૦/- જેવી મોટી રકમ બોટાદ પાંજરાપોળ ને આપી શક્યા છીએ.

આમ આપણો સમાજ નવી નવી પ્રવૃત્તિઓ કરી શકવાને સક્ષમ રહ્યો છે. અને હજુ પણ ઘણી સામાજિક પ્રવૃત્તિ થઈ શકે તે માટે આપણો સમાજ પ્રયત્ન કરી રહ્યો છે.
Show More
Show Less
Shree Zalawad Jain Samaj Surat 1.0.10 Update
2023-11-07 Version History
Enhance the user experience

~ARHAM COMPUTERS
More Information about: Shree Zalawad Jain Samaj Surat
Price: Free
Version: 1.0.10
Downloads: 508
Compatibility: Android 6.0
Bundle Id: io.zalawad.surat
Size: Varies With Device
Last Update: 2023-11-07
Content Rating: Everyone
Release Date: Aug 22, 2023
Content Rating: Everyone
Developer: ARHAM COMPUTERS


Whatsapp
Vkontakte
Telegram
Reddit
Pinterest
Linkedin
Hide