પૂજ્ય ભાઈ. આમ તો ભાઈ વિશે કંઈ પણ વાત કરવી એ અફાટ સાગરમાંથી ચમચી ભરવા જેવું કહેવાય. કારણ કે, જે કંઈ કહેવાય એનાથી ભાઈ ઘણા વિશેષ છે. જેઓ ભાઈને મળ્યા છે, એમને સમજ્યા છે, ભાઈ એટલા જ સીમિત નથી. આપણી વામન બુદ્ધિથી એ વિરાટ ચેતનાને સમજવા, મૂલવવાનો પ્રયત્ન અધૂરો જ રહેવાનો. તેમ છતાં, આપણી સમજણની, ભાષાની મર્યાદાને જાણતાં જાણતાં ભાઇનો ટૂંકો પરિચય કરી લઈએ.